આ બ્લૉગ શોધો

બુધવાર, 17 ઑક્ટોબર, 2012

ફોટો




શ્રી ગોરધનબાપા = ફોટો

શ્રી ગોરધનબાપા  =  ફોટો 

શ્રી જયંતીબાપા = ફોટો


શ્રી જયંતીબાપા  =  ફોટો 

શ્રી તેજલપીર - ફોટો


શ્રી તેજલપીર - ફોટો


શ્રી તેજલપીર   -   ફોટો 




શ્રી ભલાબાપા  શ્રી લાભેશ્વરદાદા  શ્રી દેવારામબાપા ફોટો 

શ્રી ભોજલસાહેબ શ્રી ગોરધનબાપા શ્રી દિનેશબાપા = ફોટો

શ્રી ભોજલસાહેબ  શ્રી ગોરધનબાપા  શ્રી દિનેશબાપા    =   ફોટો 

શ્રી કરમશીબાપા ફોટો






શ્રી ઉગારામદાદા તથા સોનલમાં ફોટો


શ્રી ઉગારામદાદા તથા સોનલમાં ફોટો 

શ્રી ઉગારામદાદા ફોટો


શ્રી હિંમતરામ બાપા ફોટો




બુધવાર, 10 ઑક્ટોબર, 2012

શ્રી દિનેશ બાપુ ની વાણી


શ્રી દિનેશ બાપુ ની વાણી


શ્રી દિનેશ બાપુ ની વાણી


શ્રી દિનેશ બાપુ ની વાણી


શ્રી દિનેશ બાપુ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ફોટો


શ્રી ભોજલ સાહેબ ફોટો


શ્રી ભોજલ સાહેબ ફોટો



શ્રી દિનેશ બાપુ - વડીયા - ફોટો



શ્રી ભોજલ સાહેબ ફોટો


શ્રી ભોજલ સાહેબ ફોટો


શ્રી ભોજલ સાહેબ ફોટો



શ્રી ભોજલ સાહેબ અને દિનેશ બાપુ ફોટો



શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની આરતી




શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની વાણી



મંગળવાર, 9 ઑક્ટોબર, 2012

શ્રી ભોજલ સાહેબ ની વાણી


શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની વાણી



શ્રી ભોજલ સાહેબ ની વાણી



શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012

શ્રી ભોજલ સાહેબ -- વડીયા

શ્રી ભોજલ સાહેબ   --  વડીયા 


શ્રી ભોજલ સાહેબ -- વડીયા

                     શ્રી ભોજલ સાહેબ   --  વડીયા 

શ્રી ભોજલ સાહેબ

શ્રી ભોજલ સાહેબ 

શ્રી ભોજલ સાહેબ તથા કાન્તામાં - - વડીયા

શ્રી ભોજલ સાહેબ   તથા  કાન્તામાં    - -   વડીયા 

શ્રી છત્રસિંહજી બાપુ - - અમદાવાદ સત્સંગ મંડળ

શ્રી છત્રસિંહજી બાપુ     -  -   અમદાવાદ 

શ્રી ભોજલ સાહેબ -- વડીયા

શ્રી ભોજલ સાહેબ   --  વડીયા 

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

નરસિંહ મેહતા નું ભજન ભોળી રે ભરવાડણ


ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;

સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી. ભોળીo

અનાથના નાથને વેચે આહીરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. ભોળીo

મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. ભોળીo

બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. ભોળીo

ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. ભોળીo

નરસિંહ મેહતા નું ભજન - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે … અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
શિવ થકી જીવ થયો એ જ આશે … અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,
કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
અંતે તો હેમનું હેમ હોયે … અખિલ બ્રહ્માંડમાં …
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી,
જેહને જે ગમે તેને પૂજે;
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એજ મન એમ સૂઝે… અખિલ બ્રહ્માંડમાં…

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,
જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે … અખિલ બ્રહ્માંડમાં…

નરસિંહ મેહતા નું ભજન મારી હૂંડી સ્વીકારો મહારાજ રે


મારી હૂંડી સ્વીકારો મહારાજ રે

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી,
મારી હૂંડી શામળીયાને કાજ રે શામળા ગિરધારી!
સ્તંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરિયા નરસિંહ રૂપ,
પ્રહ્લાદને ઉગારિયો…વ્હાલે માર્યો હરણાકંસ ભૂપ રે!
ગજને વ્હાલે ઉગારિયો વળી સુદામાની ભાંગી ભૂખ,
સાચી વેળાના મારા વ્હાલમા…તમે ભક્તોને આપ્યા સુખ રે!
પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યાં ચીર,
નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારજો…તમે સુભદ્રાબાઈના વીર રે!
રહેવાને નથી ઝૂંપડું, વળી જમવા નથી જુવાર,
બેટાબેટી વળાવિયા….મેં તો વળાવી ઘર કેરી નાર રે!
ગરથ મારું ગોપીચન્દન, વળી તુલસી હેમનો હાર,
સાચું નાણું મારે શામળો….મારે મૂડીમાં ઝાંઝપખાજ રે!
તીરથવાસી સૌ ચાલિયા, વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણિકનો….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી લાવો હાથમાં, વળી આપું પૂરા દામ,
રૂપિયા આપું રોકડા….મારું શામળશા શેઠ એવું નામ રે!
હૂંડી સ્વીકારી વ્હાલે શામળે, વળી અરજે કીધાં કામ,
મહેતાજી ફરી લખજો…..મુજ વાણોતર સરખાં કામ રે!

નરસિંહ મેહતા નું ભજન રામ સભામાં અમે


રામ સભામાં અમે

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે
ત્રીજો પિયાલો મારાં રોમે રામે વ્યોપ્યો
ચોથે પિયાલે થઈ ઘેલી રે …રામ સભામાં
રસ બસ થઇ રંગ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં
અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે
ભલે મળ્યા મહેતા નરસૈંઇના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

નરસિંહ મેહતા નું ભજન ઊંચી મેડી તે મારા સંતની રે


ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..
અમને તે તેડાં શીદ મોકલ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….
નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નરસિંહ મેહતા નું ભજન આજની ઘડી રળિયામણી


આજની ઘડી રળિયામણી

આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે … આજની ઘડી
તરિયા તોરણ તો બંધાવિયા
મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે … આજની ઘડી
લીલુડા વાંસ વઢાવીએ
મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે … આજની ઘડી
પૂરો સોહાગણ સાથિયો
વ્હાલો આવે મલકતો હાથિયો જી રે …. આજની ઘડી
જમુનાનાં જળ મંગાવીએ
મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે … આજની ઘડી
સહુ સખીઓ મળીને વધાવીએ
મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … આજની ઘડી
તન મન ધન ઓવારીએ
મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે … આજની ઘડી
રસ વાધ્યો અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે … આજની ઘડી

નરસિંહ મેહતા નું ભજન વૈષ્ણવજન તો


વૈષ્ણવજન તો

વૈષ્ણવ જન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે… વૈષ્ણવ જન
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કે’ની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે… વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે… વૈષ્ણવ જન
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે… વૈષ્ણવ જન
વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે… વૈષ્ણવ જન

નરસિંહ મેહતા નું ભજન ભુતળ ભક્તિ પદારથ


ભુતળ ભક્તિ પદારથ

ભુતલ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્મ લોકમાં નાહીં રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે … ભુતલ
હરીના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,
નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે … ભુતલ
ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,
ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે … ભુતલ
ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,
અષ્ટ મહાસિદ્ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે … ભુતલ
એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,
કંઇ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે … ભુતલ

નરસિંહ મેહતા નું ભજન જળકમળ છાંડી જાને બાળા


જળકમળ છાંડી જાને બાળા 

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … જળકમળ
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીયો
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … જળકમળ
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીયો,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … જળકમળ
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … જળકમળ
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … જળકમળ
લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીયો,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … જળકમળ
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …જળકમળ
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … જળકમળ
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે
મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … જળકમળ
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળકમળ
થાળ ભરીને નાગણે સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … જળકમળ

નરસિંહ મેહતા નું ભજન પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા


પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી
અંબરિષ (રાજા) મુજને અતિઘણો વ્હાલો,
દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,
દશ વાર અવતાર લીધો રે ... પ્રાણ થકી
ગજને માટે હું ગરુ઼ડે ચઢી પળિયો,
મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ જાણું,
મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી
લક્ષ્મીજી અર્ધાંગના મારી,
તે મારા સંતની દાસી રે,
અડસઠ તીરથ મારા સંતને ચરણે,
>કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી
સંત ચાલે ત્યાં હું આગળ ચાલું,
સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,
તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી
મારા રે બાંધ્યા વૈષ્ણવ છોડાવે,
વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને બાંધે,
તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં હું ઉભો સાંભળું,
ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો,
ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી

નરસિંહ મેહતા નું ભજન જાગીને જોઉં તો


જાગીને જોઉં તો
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે ... જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી ... જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે ... જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ 'તે જ તું', 'તે જ તું'
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા ... જાગીને 

નરસિંહ મેહતા નું ભજન જાગો રે જશોદાના કુંવર


જાગો રે જશોદાના કુંવર
જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.

પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી,
સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.

પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી,
સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.

સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે,
અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.
જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે. 

નરસિંહ મેહતા નું ભજન ધ્યાન ધર હરિતણું


ધ્યાન ધર હરિતણું
ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વહાયે.

<p>સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ,
વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતાં રાજ લેવું.

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તોલે. 

નરસિંહ મેહતા નું ભજન ધ્યાન ધર, ધ્યાન ધર


ધ્યાન ધર, ધ્યાન ધર
ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
>નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ... ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન ધર.

નરસિંહ મેહતા નું ભજન નારાયણનું નામ જ લેતાં


નારાયણનું નામ જ લેતાં
નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે.

કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ... નારાયણનું નામ.

પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે ... નારાયણનું નામ.

ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે ... નારાયણનું નામ.

વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે ... નારાયણનું નામ.

ગેમલ ભગત નું ભજન હરિને ભજતાં હજી કોઈની લાજ


 હરિને ભજતાં હજી કોઈની લાજ

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા  શામળિયા સાથ,  વદે વેદ વાણી રે.
વહાલે  ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને  આપ્યું રાજ, રાવણ  સંહાર્યો રે.      હરિને…
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.    હરિને…
વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીનાં  પૂર્યાં  ચીર,  પાંડવકામ  કીધાં  રે.       હરિને…
વહાલે આગે  સંતોનાં કામ, પૂરણ  કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે.    હરિને…

મીરાબાઈ નું ભજન મુખડાની માયા લાગી


મુખડાની માયા લાગી

મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા
મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું
મન મારું રહ્યું ન્યારું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું
તેને તુચ્છ કરી દેવું રે, મોહન પ્યારા … મુખડાની માયા
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું,
તેને તો શીદ યાચું રે, મોહન પ્યારા … મુખડાની માયા
પરણું તો પ્રિતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો,
રાંડવાનો નાવે વારો, મોહન પ્યારા … મુખડાની માયા
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી
સંસારથી રહી ન્યારી રે, મોહન પ્યારા … મુખડાની માયા

મીરાબાઈ નું ભજન ઝેર તો પીધા જાણી જાણી


ઝેર તો પીધા જાણી જાણી

નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.
કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

મીરાબાઈ નું ભજન ગોવિંદો પ્રાણ અમારો


ગોવિંદો પ્રાણ અમારો

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે;
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.
મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ…ગોવિંદો…
રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ;
સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ… ગોવિંદો…
મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ… ગોવિંદો….
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો…
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ;
રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ… ગોવિંદો…
ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય;
સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય…ગોવિંદો….
સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ;
જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ…. ગોવિંદો….
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય;
ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય…. ગોવિંદો…
મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર;
સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર… ગોવિંદો…

મીરાબાઈ નું ભજન જૂનું તો થયું રે દેવળ


જૂનું તો થયું રે દેવળ

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦
તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

મીરાબાઈ નું ભજન મેરે તો ગિરિધર ગોપાલ


મેરે તો ગિરિધર ગોપાલ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ;
દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો
ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ;
સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો
ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ;
અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો
દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ;
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો
અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ;
મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો

મીરાબાઈ નું ભજન કર્મનો સંગાથી


કર્મનો સંગાથી

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…
એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.
એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી
એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.
એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.
એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી
રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.

મીરાબાઈ નું ભજન મારે જાવું હરિ મળવાને


 મારે જાવું હરિ મળવાને
માછીડા હોડી હંકાર, મારે જાવું હરિ મળવાને, 
હરિ મળવાને, પ્રભુ મળવાને ... માછીડા હોડી હંકાર.
તારી હોડીને હીરલે જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ,
સોનૈયા આપું, રૂપૈયા આપું, આપું હૈયા કેરો હાર ... મારે જાવું.
આણી તીર ગંગા ને પેલી તીર જમના, વચમાં વસે નંદલાલ,
કાલંદીને રે તીરે ધેનુ ચરાવે, વ્હાલો બની ગોવાળ ... મારે જાવું.
વૃંદાવનની કુંજગલીનમાં, ગોપી સંગ રાસ રમનાર,
બાઈ મીરાં કહે ગિરિધર નાગર, કૃષ્ણ ઉતારો પેલે પાર ... મારે જાવું.

મીરાબાઈ નું ભજન આવો તો રામરસ પીજીએ


 આવો તો રામરસ પીજીએ
આવો તો રામરસ પીજીએ 
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.
તજી દુઃસંગ સત્સંગમાં બેસી, 
હરિગુણ ગાઈ લહાવો લીજીએ ... હો ભાગ્યશાળી.
મમતાને મોહજંજાળ જગ કેરી, 
ચિત્ત થકી દૂર કરી દીજીએ ... હો ભાગ્યશાળી.
દેવોને દુર્લભ દેહ મળ્યો આ, 
તેને સફળ આજ કીજીએ ... હો ભાગ્યશાળી.
રામનામ રીઝીએ, આનંદ લીજીએ, 
દુર્જનિયાંથી ન બ્હીજીએ ... હો ભાગ્યશાળી.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, 
હેતે હરિરંગ ભીંજીએ ... હો ભાગ્યશાળી.

મીરાબાઈ નું ભજન પાયોજી મેને


પાયોજી મેને

પાયોજી મેને રામ-રતન ધન પાયો
વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને
જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને
ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને
સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

મીરાબાઈ નું ભજન રામ રાખે તેમ રહીએ


રામ રાખે તેમ રહીએ

રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

મીરાબાઈ નું ભજન એ રી મૈં તો પ્રેમદિવાની


એ રી મૈં તો પ્રેમદિવાની
એ રી મૈં તો પ્રેમદિવાની
મેરો દર્દ ના જાણે કોઈ ... એ રી મૈં તો પ્રેમદિવાની.

શૂળી ઉપર સેજ હમારી,
કિસ બિધ સોના હોય,
ગગન મંડલ પર સેજ પિયા કી
કિસ બિધ મિલના હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

ઘાયલ કી ગત ઘાયલ જાને,
ઔર ન જાને કોય,
જૌહરી કી ગતી જૌહરી જાણે, 
કી જિન જૌહર હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.

દરદ કી મારી વન વન ભટકૂઁ
વૈદ્ય મિલ્યા નહીં કોય
મીરાં કી પ્રભુ પીડ મિટેગી
જબ વૈદ્ય સાંવરિયો હોય ... એ રી મૈં તો પ્રેમદિવાની.