આ બ્લૉગ શોધો

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

દાસી જીવણ નું ભજન અજવાળું હવે અજવાળું


અજવાળું હવે અજવાળું

અજવાળું, હવે અજવાળું
ગુરુ આજ તમ આવ્યે રે મારે અજવાળું.
સતગુરુ શબ્દ જ્યારે શ્રવણે સુણાવ્યો,
ભેટ્યા ભીમ ને ભાંગ્યું ભ્રમનું તાળું. - ગુરુ આજ
જ્ઞાન ગરીબી, સંતની સેવા,
પ્રેમભક્તિનો સંગ હવે પાળું. - ગુરુ આજ
ખીમ ને ભાણ રવિ રમતા રામા, તે
જ તત્વમાં ગુરુ, તમને ભાળું. - ગુરુ આજ
દાસી જીવણ સત ભીમનાં ચરણાં,
અવર દુજો ધણી નહીં ધારું . - ગુરુ આજ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો