આ બ્લૉગ શોધો

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ગંગાસતી નું ભજન વચન સુણીને બેઠાં એકાંતમાં


વચન સુણીને બેઠાં એકાંતમાં
વચન સુણીને બેઠાં એકાંતમાં, 
ને સુરતા લગાવી ત્રાટક માંય રે;
સંકલ્પ વિકલ્પ સર્વે છુટી ગયા, 
ને ચિત્ત લાગ્યું વચનુંની માંય રે ... વચન.

ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે, 
ને જમાવી આસન એકાંત માંય,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયો, 
ને વરતે છે એવાં વ્રતમાન રે ... વચન.

ચંદ્ર સૂરજની નાડી જે કહીએ,
ને તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે,

ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો, 
>ને પ્રકટ્યું નિર્મળ જ્ઞાન રે
ગંગા રે સતી એમ બોલિયાં રે,
કીધો વાસનાનો સર્વ ત્યાગ રે ... વચન.
 

1 ટિપ્પણી:

  1. સુન્દર અતિ સુન્દર આપ નો આ બ્લોગ ગનોજ સુન્દર છે તેમા ગના સુન્દર ભજનો છે ,તેને ફેસ બુક સાથે જોડવા વિંનતિ ,જેથિ બિજ ને પન લાભ મલે
    ૐ નમો નારાયન

    જવાબ આપોકાઢી નાખો