આ બ્લૉગ શોધો

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ગંગાસતી નું ભજન વસ્તુ વિચારીને દીજીએ


વસ્તુ વિચારીને દીજીએ 
વસ્તુ વિચારીને દીજીએ 
જોજો તમે સુપાત્ર રે,
વરસા સુધી અધિકારીપણું જોવું 
ને ફેર ન રહે અણુમાત્ર રે ... વસ્તુ.

ગુરુને ક્રોધ થયો એવું લાગી જાણે, 
ને ત્યાં લગી શુદ્ધ અધિકારી ન કહેવાય રે,
ગુરુજીના વચનમાં આનંદ પામે 
જે આવી લાગે એને પાય રે ... વસ્તુ.

<p>એવા શુદ્ધ અધિકારી જેને ભાળો,
ને તેને કરજો ઉપદેશ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે 
એને વાગે નહિ કઠણ વચનો લેશ રે ... વસ્તુ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો