આ બ્લૉગ શોધો

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

ભજન - ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ,


ગુરૂ ગોવિંદ દોનો ખડે, કીસકો લાગુ પાય,

બલિહારી ગુરૂ આપને, ગોવિંદ દિયો બતાય.



ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર,

ગુરૂઃ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ

કરી જાતરા જીવ ભરમાયા તોયે નિર્મળ બની નહી કાયા

ગણા મંડપ મેળાવડા રચાયા તોયે એવા ને એવા જણાયા

પંચ વિષયના પ્યાર
નથી છુટતા લગાર
ગંગા યમુનાના નિરમાં નાહ્યા તોયે નિર્મળ બની નહી કાયા

સુણ્યાં પોથી પુરાણ
તોય રહ્યા અજાણ
સાત દિવસ સપ્તાહમાં ગુમાવ્યા તોય એવા ને એવા જણાયા

લાગ્યો પુરુષોત્તમે રંગ
જાણ્યો મેશ્વો નદી ગંગ
ગંગા નદીમાં દિવડા જગાવ્યા તોય એવા ને એવા જણાયા

તિલક માળાનો ને’મ (નિયમ)
તોય મનમાં ગણો વ્હેમ
કંઠે તુલસીના મણકા લગાવ્યા તોય નિર્મળ બની નહી કાયા

મળ્યા સદ્‍ગુરૂ દેવ
કરી ચરણની સેવ
ચુંથારામ પુરણ મનોરથ પાયા પછી હરખે ગુરૂના ગુણ ગાયા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો