આ બ્લૉગ શોધો

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ભરથરી રાજા નું ભજન પે’લા પે’લા ભવમાં રાણી,


પે’લા પે’લા ભવમાં રાણી,
તમે હતાં મેના ને અમે રે પોપટ રાજા રામનાં(૨)
પારધીએ આવી અમને ફાંસલો નાખ્યો ને
ફાંસલે વીંધાણા મારા પ્રાણ રાણી પીંગળા,
ઈ રે કારણીયે હું મરણ જ પામ્યો ને,
 તું કેમ ના’વી મારી રાણી પીંગળા…… દલડાં(૨)

બીજા બીજા ભવમાં રાણી,
તમે હતાં મૃગલી ને અમે હતાં મૃગ સરદાર રે (૨)
કદલી રે વનમાં ચારો ચરવાંને ગ્યાં ત્યારે
પારધીએ મારેલાં બાણ રાણી પીંગળા
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને
તું કેમ ના’વી મારી સાથ રાણી પીંગળા હો.. દલડાં(૨)

ત્રીજા ત્રીજા જુગમાં રાણી
તમે હતાં બ્રાહ્મણીને અમે હતાં પંડિતરા’ય રે
િવજીને કારણે, ફૂલ વીણવાં ગ્યાં ત્યારે
ડસેલો કળૂડો નાગ રે..
ઈ રે કારણિયે હું મરણ જ પામ્યો ને..(૨)

ચોથા ચોથા ભવમાં રાણી,
તમે તો પીંગળા ને અમે રે ભરથરી રા’ય રે (૨)
ચાર ચાર જુગના રાણી ઘરોવાસ ભોગવ્યાં તો યે
તું ના ચાલી મારી સાથ રે .. રાણી પીંગળા(૨)

કાયાને કારણે મેં ભેખ જ લીધો ને (૨)
ભિક્ષા દિયોને મોરી માય રાણી પીંગળા…. હો દલડાં સંભારો (૨)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો