આ બ્લૉગ શોધો

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

તીલક્દાસ નું ભજન - હીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…


હીરો ખો મા તું હાથથી રે આવો અવસર પાછો નહીં મળે…
અવસર પાછો નહીં મળે‚ માથે ત્રિવિધિના તાપ બળે‚
હીરલો ખો મા તું હાથથી રે‚ આવો અવસર પાછો નહી મળે રે જી…
મોતી પડયું મેદાનમાં‚ ઓલ્યા મૂરખા મૂલ એના શું કરે ? રે જી‚
સંત ઝવેરી આવી મળે તો સતગુરુ સાન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…
સમજણ વિનાના નર કરે છે કીર્તી ને ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે રે જી‚
પારસમણીનાં પારખાં‚ એ તો લોઢાને કંચન કરે.. હીરલો ખો મા તું હાથથી રે…
તરી ઉતરવું પ્રેમથી રે જાણે જળને માથે જહાજ તરે રે જી‚
કાયા કાચો કુંભ છે માથે અમીરસ નીર ઝરે.. હીરલો ખો મા તું હાથથી રે…
કહે તીલકદાસ શૂરા સંગ્રામે ને મરજીવા તો મોજ કરે રે જી‚
ધારણ બાંધો ધરમની તો નમતે ત્રાજવે તરે… હીરલો ખો મા તું હાથથી રે જી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો