આ બ્લૉગ શોધો

ગુરુવાર, 13 સપ્ટેમ્બર, 2012

ભાટી હરજી નું ભજન રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી


રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો