આ બ્લૉગ શોધો

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

કબીર સાહેબ નું ભજન - જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી…


જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી…
લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં…
તખત તરવેણીના તીરમાં… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…
ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી…
એનો રે બનું રે હું તો દાસ રે… સાચાં સાગરનાં…
જોતાં રે જોતાં રે…
કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ…
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે… સાચાં સાગરનાં મોતી…
જોતાં રે જોતાં રે…


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો