આ બ્લૉગ શોધો

બુધવાર, 12 સપ્ટેમ્બર, 2012

ભજન - આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો,


આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો,

સેવકના રુદિયામાં રે’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.


કાયાનું દેવળ અમને લાગે છે કાચુ,

એ ઘર બદલાવી મુક્તિ દે’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.


કાયા પડશે ને જીવડો ક્યાં જઈ સમાશે ?

એની ભલામણ અમને દે’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.


અમે છીએ તમારા ને તમે છો અમારા,

પૂર્વજન્મની પ્રીત રે’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.


બેઉ કર જોડી ભક્ત વિનંતી કરે છે,

દયાળુ દર્શન અમને દે’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.


ગુરૂના પ્રતાપે દાસ ભક્તો રે બોલ્યા,

ભક્તિનો મારગ બતાવ’જો રે…

આટલો સંદેશો મારા ગુરૂજીને કે’જો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો